Skip to main content
Settings Settings for Dark

ભારતના સૌ પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું આવતીકાલે લોકાર્પણ 

Live TV

X
  • મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આવેલ વિશ્વના ત્રીજા સૌથી મોટા અને ભારત દેશમાં સૌ પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું , રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે આવતીકાલે તારીખ 8 જૂનના રોજ સવારે ૦૯-૩૦ કલાકે લોકાર્પણ કરવામાં આવશે. 

    આ અવસરે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા , અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત , ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ડાયનોસોર મ્યુઝિયમમાં  પ્રાગ ઐતિહાસિક થીમ પર જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતાં નાના લગભગ ૫૦ જેટલા સ્કલ્પચર્સ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. 

    જે યુગ પૂર્વેના ડાયનોસોરના અંદાજિત આકાર અને અને કદનું વર્ણન કરે છે. વિભિન્ન ૧૦ ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝિયમ એક સઘન માહિતી કેન્દ્ર સમાન જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply