દાંતા ત્રિશુલિયા ઘાટ નજીક જીપ અકસ્માતમાં 9ના મોત, CM એ સહાયની કરી જાહેરાત
Live TV
-
અંબાજીમાં દાંતા રોડ પર જીપ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાંતાના ત્રિશુલિયા ઘાટ નજીક જીપનો અકસ્માત થયો હતો, જેમાં નવ લોકોના મોત થયા છે.
ત્રિશુલિયા ઘાટ નજીક પેસેન્જર પીકઅપ જીપની બ્રેક ફેઈલ થતા અકસ્માત થયો હતો. જીપની બ્રેક ફેલ થતા જીપ પલટી મારી ગઈ હતી, જેમાં નવ લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને દાંતા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ જીપમાં 25થી વધુ મુસાફરો સવાર હતા.
સ્થાનિકો દ્વારા મુસાફરોની મદદ કરવામાં આવી હતી અને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિયમ પ્રમાણે સહાય ચૂકવવાની જાહેરાત કરી છે.
