ગગન બન્યું જાણે અગનગોળો, ડીસા-સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રીને પાર
Live TV
-
રાજ્યમાં ગરમીનો કેર વધતો જ જાય છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઇ ગયા છે. આજે ડિસા 45.1 અને સુરેન્દ્રનગર 45.3 મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યા હતા. જ્યારે અમદાવાદનું 44.2, ગાંધીનગર 44.8, રાજકોટમાં 44.2 , જ્યારે ભૂજમાં 44.2 મહત્તમ તાપમાન નોંધાયું હતું.
બીજી બાજુ રાજ્યના દક્ષિણ વિભાગના જિલ્લા નવસારી, અને ડાંગમાં પ્રિમોન્સુનનો ઝરમર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં ચોમાસું એક અઠવાડિયાના વિલંબથી 8 જૂને પહોંચશે. આ પહેલા હવામાન વિભાગે 6 જૂને ચોસાસું કેરળમાં પહોંચવાની આગાહી કરી હતી.
હવામાન વિભાગે જણાવ્યું કે કેરળમાં ચોમાસું શરૂ થયાના એક-બે દિવસ બાદ જ પૂર્વોતર ભારતને કવર કરી લેશે. પરંતુ કેરળમાં વિલંબથી ચોમાસુ શરૂ થતાં દક્ષિણ ભારતમાં પણ , ચોમાસુ થોડું વિલંબથી શરૂ થશે. કેરળમાં ચોમાસા શરૂ થયાના થોડાક દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય છે. ગુજરાતમાં આ વખતે 24 જૂન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થાય તેવી સંભાવના છે.
