Skip to main content
Settings Settings for Dark

આગામી 16 જૂનથી રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો શુભારંભ

Live TV

X
  • અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે પાક વિમા અંગે માહિતી આપતા એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવા અને આધુનિક ખેત પદ્ધતિથી ખેતી કરવા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા તેમજ વૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શન આપવા પ્રતિવર્ષ રાજ્યભરમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 

    આ વર્ષે આગામી 16 જૂનથી બે દિવસ માટે રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો શુભારંભ થશે. રાજ્યના 33 જિલ્લાઓમાં  248 સ્થળે આ કાર્યક્રમ યોજાશે. જેમાં એક દિવસીય સેમીનાર અને પ્રદર્શનનું આયોજન કરાશે. રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. 

    વધુમાં તેમણે પાક વિમા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ વર્ષ સુધી સૌથી વધુ પાક વિમો આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ બે હજાર 50 કરોડ પાક વિમો આપાવમાં આવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply