અમદાવાદઃ માસ્ક પહેરવાના નિયમનું કડક રીતે પાલન, બેંકોમાં પણ થશે પાલન
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે માસ્ક નહીં પહેરનારના દંડમાં વધારો કર્યો છે.
પહેલાં માસ્ક ન પહેરનારને ૨૦૦ રૂપિયા દંડ કરવામાં આવતો હતો જે હવે વધારીને ૫૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એવા પાનના ગલ્લા જેના કારણે ગંદકી થતી હોય તેની ઉપર પણ મોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
તો અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલ બેંકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં બેંકમાં આવનાર લોકોએ માસ્ક પહેર્યુ છે કે નહીં તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો સાથે જ બેંકના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે, બેંકમાં પાંચથી વધુ માણસો એક સાથે બોલવવા નહીં.
