Skip to main content
Settings Settings for Dark

સાપુતારાઃ ચોમાસામાં સોળે કળાએ ખિલ્યું ડોન હિલ સ્ટેશન

Live TV

X
  • ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સાપુતારા અને તેની આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. તેવામાં આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલ ડોન ગામ હિલ સ્ટેશનનો એક ઉત્તમ વિકલ્પ છે. આ ગામ સાપુતારાથી પણ 17 મીટર ઉંચુ અને 10 ગણો વિસ્તાર ધરાવે છે.

    પ્રવાસન સ્થળ તરીકે ઝડપથી વિકસી રહેલ આ સ્થાન પર સહ્યાદ્રિ પર્વતમાળા ,ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી અને ઝરણાં બધુ જ છે. આ સ્થળ ટ્રેકિંગ માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. તો સાથે જ આ એક ઐતિહાસિક સ્થળ પણ હોવાથી તેનું મહત્વ વધારે છે.

    રામાયણ કાળમાં અહીં ગુરુ દ્રોણનો આશ્રમ હોવાથી આ સ્થળ દ્રોણ તરીકે ઓળખાતુ હતું. પરંતુ સમય જતાં નામનો અપભ્રંશ થતાં તેનું નામ ડોન થઈ ગયું. ચોમાસામાં અહીંનો નજારો અદભૂત તેમજ જોવાલાયક હોય છે. ત્યારે પ્રવાસન નિગમની ગ્રાન્ટ તેમજ ડાંગ જિલ્લા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ સ્થળ એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply