રાજ્યમાં કોરોનાના કારણે થનાર મૃત્યુદર ઘટ્યોઃ Dy.CM નીતિન પટેલ
Live TV
-
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ડબલિંગ રેટમાં વધારો થયો છે. રાજ્યમાં 925થી વધારે ધન્વંતરી રથ ચાલી રહ્યા છે. આ રથની સેવાના પગલે પણ રાજ્યમાં મૃત્યુદર ઘટ્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ કહેલી વાતના મુદ્દાઃ
- હાલમાં રાજ્યમાં 3 હજાર 644 કન્ટેન્ટમેન્ટ ઝોન છે.
- ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામા આવી રહી છે.
- રાજ્યમાં હવે 9 દિવસને બદલે 32 દિવસે કેસ ડબલ થાય છે.
- અમે રાજ્યના કોરોનાના આંકડા ભારત સરકારને પણ મોકલીએ છીએ.
- અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણમાં ઘટાડો થયો છે.
- ગુજરાતમાં રોજ પહેલા 50 જેટલા લોકોના મુત્યુ થતાં હતાં હવે 15 લોકોના કોરોનાં કારણે મુત્યુ થાય છે
- આ ધનવંતરી રથની કામગીરી ઓનલાઇન મુખ્યમંત્રી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે
- આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ સુરત-રાજકોટ વગેરે જિલ્લાઓની મુલાકાત લઈ માર્ગદર્શન આપે છે
