રાજ્યમાં નવા 925 કેસ નોંધાયા તો 791 દર્દીઓ થયા સાજાં
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 925 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત થયા છે, તો નવા કેસની સામે 791 લોકો સાજા થયા છે.
આજે સુરત જિલ્લામાં 236 નવા કેસ, અમદાવાદ જિલ્લામાં 173 નવા કેસ અને વડોદરા જિલ્લામાં નવા 77 કેસ નવા નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,87,707 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 11,221 છે, જેમાંથી 68 વેન્ટિલેટર પર છે અને 11,153 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 31,346 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને રાજ્યમાં અત્યાર સુધી કુલ 2081ના મોત થયા છે.
