રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતી રવિએ સુરેન્દ્રનગર અને રાજકોટની લીધી મુલાકાત
Live TV
-
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉક્ટર જયંતી રવિએ સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી.અને જિલ્લામાં વધતા કેસને લઈ જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકર, કલેક્ટર કે.રાજેશ, DDO એસ.કે.હુડ્ડા તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી.
જયંતી રવિએ સુરેન્દ્રનગરમાં વધતા સંક્રમણને લઈ જિલ્લામાં સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા અને સંક્રમિત વિસ્તારના લોકોને ધન્વંતરી રથના માધ્યમથી આવરી લેવા અનુરોધ કર્યો હતો.સાથે જ ઉકાળા અને દવાના વિતરણ પર ભાર મુક્યો હતો.
ડૉક્ટર જયંતી રવિએ જિલ્લાની મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, ફીઝોયોથેરાપી સહિતની કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ક્રિટિકલ કેર આસીસ્ટન્ટ તરીકેને લડાઈમાં જોડાવા જણાવ્યું હતું.
આપને જણાવી દઇએ કે, રાજકોટમાં વધી રહેલાં કોરોના કેસની સમીક્ષા કરવા ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિ મંગળવારે રાજકોટ પહોંચ્યા હતા. કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવવું તે અંગે મનપાના કમિશનર ઉદય અગ્રાવત અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને કામગીરીની સમીક્ષા કરી હતી. ડૉ. જયંતી રવિ એ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાનાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી હોવાથી પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે.
તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. ત્યાર બાદ તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની સારવારમાં સંલગ્ન ડોકટર્સ, નર્સ અને તબીબી વિદ્યાશાખાના તાલીમી છાત્રો સાથે વાતચીત કરી શહેરમાં તથા જિલ્લામાં પ્રવર્તતી કોરોના સંબંધી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જયંતી રવિએ આગામી બે દિવસમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ વધારવા તબીબી સ્ટાફને સૂચના આપી હતી.
સાથે જ તેમણે મેડિકલ કોલેજના તાલીમી છાત્રોને કોરોના સંબંધી સારવારમાં વધુને વધુ સામેલ કરવા અને તેમને ફ્રન્ટલાઇન વોરિયરની ભૂમિકા અદા કરવા પર ખાસ ભાર મુકયો હતો. આ ઉપરાંત જયંતિ રવિએ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ દવાના જથ્થા, સારવારના તમામ સાધનો અને ઉપયોગી સામગ્રી હાથવગી રાખવાની હિમાયત કરી હતી.
