અમદાવાદઃ વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયો 'રાજાધિરાજ' કાર્યક્રમ
Live TV
-
વિજયભાઈ રુપાણી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ પૂનમ માડમ અને મંત્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અમદાવાદઃ ગુજરાતના પ્રવાસન સ્થળોની યાદીમાં દ્વારકા એક મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને વધુમા વધુ લોકો સુધી પહોંચે તે માટે 'રાજાધિરાજ' નામનો કાર્યક્રમ યોજાયો હતો. રીલાયન્સના ધનરાજ નથવાણી દ્વારા યોજાયેલા આ મહાધિરાજ નામના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ પૂનમ માડમ અને મંત્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ઐતિહાસીક દ્વારકા નગરીના મહત્વને વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવાના હેતુથી અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દ્વારકા પરના પીંછવાઈ આર્ટવર્ક પરના તૈયાર કરાયેલા વિશાળ ચિત્ર પ્રદર્શનને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ નિહાળ્યુ હતુ. રીલાયન્સના ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે પ્રદર્શનમા મૂળ રાજસ્થાનના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી ચિત્રકળા પિછવાઈ આર્ટની શૈલીમાં તૈયાર કરવામાં આવી છે.
'રાજાધિરાજ' કાર્યક્રમને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ બિરદાવ્યો હતો અને યાત્રાધામ દ્વારકાના વિકાસમાં સરકાર પણ કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે પિંછવાઈ આર્ટવર્ક અને મ્યુઝિક આલ્બમ તેમજ કોફી ટેબલબુકને પણ મહાનુભવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા જાણીતા લોકસંગીતના કલાકારો પાર્થિવ ગોહિલ તેમજ કિર્તિદાન ગઢવીએ પણ પોતાના ગીત-સંગીતથી શ્રોતાઓને રસતરબોળ કર્યાં હતાં. તો કલાકારોએ ભક્તિસભર કૃષ્ણભક્તિના ગીતો પણ રજુ કર્યા હતાં.
