અમદાવાદઃ ONGC ખાતે મેરેથોન-વૉકાથોનનું આયોજન કરાયું
Live TV
-
CISF પોતાની ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આજે ONGC ખાતે, મેરેથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. CISF, SRPF, BSF તેમજ સ્કૂલોના બાળકો અને લોકોએ 10 કિલોમીટર અને પાંચ કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો હતો.
મોટી સંખ્યામાં લોકોએ સવારે મેદાનમાં જુમ્બા ડાન્સની મજા માણી હતી. ત્યારબાદ ONGCના એસેટ મેનેજર દેબાશિષ બાસુ અને CISFના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો. ONGC એસેટ મેનેજર દેબાશિષ બાસુ, પોસ્ટમાસ્ટર જનરલ - રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા તેમજ દુરદર્શનના ન્યૂઝ ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીના હસ્તે વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
10 કિલોમીટર અને પાંચ કિલોમીટર મેરેથોનમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર, મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. 'સ્વચ્છતા હી સેવા'ના થીમથી યોજાયેલી મેરેથોનમાં સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો. આ પ્રસંગે CISFના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે જણાવ્યું હતું કે આ મેરેથોનનો ધ્યેય વધુમાં વધુ લોકો પોતાની હેલ્થ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તેવો હતો.
