Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારની નાગરિકોને ભેટ, 30 નવી 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ

Live TV

X
  • આજે ગાંધીનગર સચિવાયલ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવામાં નવી 30 એમ્બ્યુલન્સ બસ સેવાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    આ નવી એમ્બ્યુલન્સ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ તેમજ ગુજરાતના અન્ય જિલ્લામાં ફાળવવામાં આવી છે. તેમજ જે એમ્બ્યુલન્સ સેવાના કિલોમીટર પુરા થઈ ગયા છે તેની જગ્યાએ નવી બસો ફાળવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

    108 એમ્બ્યુલન્સ સેવા થકી અત્યાર સુધીમાં લાખો લોકોનાં જીવ બચ્યાં છે, ત્યારે આ સેવાની જેમ અન્ય સેવાઓનો લાભ પણ ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply