મુકેશ અંબાણીના માતા કોકિલા અંબાણી સોમનાથ મહાદેવના દર્શને
Live TV
-
આજે ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણીના માતા કોકિલાબેન સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. તેઓ પોતાના સંબંધીઓ સાથે બાર જ્યોતિર્લિંગમાંના એક સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા.
તેમણે ગંગાજળથી સોમનાથ મહાદેવનો અભિષેક પણ કર્યો હતો. તેમણે મહાપૂજનની સામગ્રી પૂજારીને અર્પણ કરી હતી અને મધ્યાહન આરતી પણ ઉતારી હતી. મંદિર તરફથી તેમને સોમનાથ મહાદેવના સ્મૃતિચિહ્ન રૂપી તસવીર આપવામાં આવી હતી.
તેની પહેલા કોકિલા અંબાણી પોતાની પુત્રવધૂ નીતા અંબાણી સાથે અંબાજીના દર્શને આવ્યા હતા.
