Skip to main content
Settings Settings for Dark

ગિફ્ટ સિટીઃ અ ન્યૂ ફાઈનાન્સિયલ ગેટ-વે ઑફ ઈન્ડિયાની થીમ પર સેમિનારનું આયોજન

Live TV

X
  • ભારતની આર્થિક પ્રગતિનો ગેટ-વે બનતું ગુજરાતનું ગીફટ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર- 2 વર્ષના ટૂંકા ગાળામાં 16 બિલિયન ડોલરથી વધુનો કર્યો નાણાકીય વ્યવહાર- 10 હજાર લોકોને મળશે રોજગારી.

    ગિફ્ટ સિટી -ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ ખાતે રહેલી ઉજ્જવળ તકો વિશે નાણાકીય જગતની વૈશ્વિક પ્રતિભાઓ પોતાના વિચારો રજૂ કરી શકે તેના ભાગરૂપે તારીખ 18 જાન્યુઆરી 2019 ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2019નું આયોજન કરવામાં આવ્યું છે.

    'ગિફ્ટ-ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટરઃ અ ન્યૂ ફાઈનાન્સિયલ ગેટ-વે ઑફ ઈન્ડિયા' ની થીમ પર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારના ઉદ્દઘાટન સત્રમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરૂણ જેટલી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન કરશે તો ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનના સીઈઓ શ્રી ફિલિપ લે હોઉરોઉ ઉદ્દઘાટન સંબોધન કરશે.

    ગિફ્ટ એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સીટી એ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો ક્ષેત્રે અગ્રેસર બનાવવા શરૂ કરેલો પ્રોજેક્ટ છે.

    મહત્વનું છે કે, 2 વર્ષના ટૂંકા ગાળામાં 12 અગ્રણી બેન્કોએ GIFT -IFSC ખાતે બેન્કિંગ એકમ શરૂ કરીને 16 બિલિયન ડોલરથી વધુનાં નાણાકીય વ્યવહારો કર્યા છે. હાલ ગિફ્ટ સિટીમાં આશરે 200 સંસ્થાઓ અંદાજે 8500 લોકોને રોજગારી આપે છે, તો આગામી ટુંક સમયમાં 10,000 લોકોને અહીં રોજગારી મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply