માતાની સાથે PSIની પણ ફરજ નિભાવી રહ્યા છે આ મહિલા!
Live TV
-
પોરબંદર જિલ્લામાં એક મહિલા પોલીસ ઓફિસર એકસાથે બે ફરજ નિભાવીને નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યાં છે.
ધોરાજી પોલીસ સ્ટેશનમાં PSI તરીકેની ફરજ બજાવતાં એસ. એ. સોલંકી એક તરફ 24 કલાક ફોજદારીની ફરજ નિભાવે છે તો બીજી તરફ પોતાના 6 માસના બાળકને આખો દિવસ સાથે રાખીને માતૃત્વની ફરજ પણ નિભાવે છે.
આ PSIને 6 મહિનાની દિકરી છે અને તેમના પતિ જૂનાગઢ ખાતે શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. જેથી પોતાની દિકરીને સાથે લઈને તેઓ ફરજ પર જાય છે. આ જાંબાજ પોલીસ ઇન્સ્પેક્ટરનું સામાજિક સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. તો સોશિયલ મીડિયામાં પણ તેમનો ફોટો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
