Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લામાં 500 દિવ્યાંગોએ પતંગોત્સવમાં લીધો ભાગ

Live TV

X
  • તાપી જિલ્લા માં આજે વ્યારા ખાતે એક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 500 જેટલા દિવ્યાંગ બાળકો એ ભાગ લીધો હતો.

    આ પતંગ મહોત્સવ યોજવાનો મુખ્ય હેતુ દિવ્યાંગો લોકો પણ સામાન્ય વ્યક્તિની જેમ તહેવારની ઉજવણી કરી શકે તે હતો. કૃણાલ અજયભાઈ શાહ અને સુવર્ણબેન જનકરાય શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષ થી દિવ્યાંગ લોકો માટે પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેમાં દિવ્યાંગ લોકોમાં માનસિક વિકલાંગ, વિકલાંગ અને અંધ લોકોએ ભાગ લીધો હતો.

    કુલ 500 બાળકોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લઈને સામાન્ય વ્યક્તિની જેમ જ ઉજવણી કરી હતી. દિવ્યાંગ લોકો માટે આયોજિત પતંગ મહોત્સવમાં ભાગ લેવા તાપી જિલ્લાના વિવિધ ગામોમાંથી લોકો આવ્યા હતા, અને તેઓ આમ ભાગ લઈને ખૂબ જ ખુશ જણાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply