વડોદરામાં CM રૂપાણીએ મેરેથોનનો કરાવ્યો પ્રારંભ, સ્વાસ્થય પર મૂક્યો ભાર
Live TV
-
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સતત ત્રીજા વર્ષે વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરતાં જણાવ્યું હતું કે, મેરેથોનના ભાગરૂપે હજારો વડોદરાવાસીઓ સેવા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે દોડે છે. આખું વડોદરા એક થઈને દોડે છે અને વિકાસના મંત્રને ચરિતાર્થ કરે છે.
નવા વર્ષે યોજાતી વડોદરા મેરેથોન નવા ઉત્સાહ, ઉમંગ અને જુસ્સાનું નાગરિકોમાં સિંચન કરે છે અને આરોગ્યની જાળવણી માટે દોડ જેવા વ્યાયમો અપનાવવાની પ્રેરણા આપે છે. વડોદરા મેરેથોનમાં દોડવા માટે એક લાખથી વધુ દોડવીરોએ નોંધણી કરાવી હતી.
જેમાં 250 દિવ્યાંગોનો સમાવેશ થતો હતો. દેશના 16 રાજ્યો અને વિવિધ શહેરોના દોડવીરો આ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યખેલ મંત્રી ઇશ્વરસિંહ પટેલે, આ ખેલ ઉત્સવના એવોર્ડ વિજેતા ખેલાડીઓને પુરસ્કાર અર્પણ કર્યા હતા.
