અમદાવાદઃ RAFની 27મી વર્ષગાંઠ પર ગૃહ મંત્રી અમિત શાહે આપી હાજરી
Live TV
-
રેપિડએક્શન ફોર્સની 27મી વર્ષગાંઠ પર અમદાવાદમાં યોજાયેલી વિશેષ પરેડમાં ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.
રેપિડએક્શન ફોર્સની 27મી વર્ષગાંઠ પર અમદાવાદમાં યોજાયેલી વિશેષ પરેડમાં ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં તેમણે RAFના વીર જવાનોને પદક આપી સન્માનિત કર્યા હતાં. ગૃહમંત્રીએ કહ્યું કે જમ્મુ કશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સુરક્ષાદળના જવાનો મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અમિત શાહ ભારતીય જનતા પાર્ટી સાબરમતી વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદઘાટન કરશે.
રેપિડએક્શન ફોર્સની 27મી વર્ષગાંઠ પર અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતાં CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) તેમજ RAF (રેપિડ એક્શન ફોર્સ)ની કામગીરીને બીરદાવી હતી. અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,'સીઆરપીએફ તેમજ આરએએફે દેશ અને દુનિયામાં એક વિશ્વસનિયતા બનાવી છે. આ બન્નેના સૈનિકો પોતાની કામગીરી અને ફરજ બરાબરની બજાવી રહ્યાં છે. જ્યારે પણ કોઈ દંગા થાય છે ત્યારે સંભળાય છે કે આરએએફ આવે છે ત્યારે બધા જ તોફાની તત્વો વેરવિખેર થઈ જાય છે.' આ ઉપરાંત અમિત શાહે અનુચ્છેદ 370 પર કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ કાશ્મીરમાં એવું વાતાવરણ તૈયાર કર્યું છે જેનાથી કાયમી રીતે શાંતિ આવે. આ જ કામગીરી શહીદ થયેલા સૈનિકોને સાચી શ્રદ્ધાંજલિ છે.
