ગુજરાત માટે કાળો સોમવાર, બે ગોઝારા અકસ્માતમાં 26નાં મોત
Live TV
-
ગુજરાત માટે બે ગોઝારા અકસ્માતના લીધે સોમવાર શોકમય બન્યો.. અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પાસે લક્ઝરી બસ પલટતાં 21 લોકોનાં મૃત્યુ થયા તો ઘાયલોની સંખ્યા 55એ પહોંચી છે.. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાથે ટેલિફૉનિક વાતચીત કરી, વિગતો મેળવી છે. તેમણે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મુસાફરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે., તેમજ આ અકસ્માતમાં ઈજા પામેલી વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવારનો પ્રબંધ કરવા પણ જિલ્લા કલેક્ટર અને તંત્રને સૂચનાઓ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને અકસ્માત અંગે શોક વ્યક્ત કરીને લખ્યું હતું કે સ્થાનિક પ્રશાસન ઘાયલ લોકોની મદદ માટે તમામ સંભવિત પ્રયાસો કરી રહ્યું છે. તેઓ જલદી સ્વસ્થ થાય તેવી કામના બંને મહાનુભાવોએ વ્યક્ત કરી હતી.
તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે પર કાર અને ટ્રેલર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના , અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર , મહેમદાવાદના મકવા ગામ પાસે સર્જાઈ હતી. ભરૂચથી અમદાવાદ જતી કાર ટ્રેલર સાથે પાછળથી અથડાઇ હતી. જેમાં કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.
