Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પર રહેલુ લો પ્રેશર વધુ શક્તિશાળી ડિપ્રેશનમાં ફેરવાયું

Live TV

X
  • અમદાવાદ, ગાંધીનગરમાં ઝડપી પવન ફૂંકાયો

    ગુજરાત પર રહેલું લો પ્રેશર વધુ શક્તિશાળી ડિપ્રેશનમાં ફેરવાતા  સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘમહેર યથાવત છે. સોમવારે મોડી રાત્રે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા ડિપ્રેશનના લીધે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો હતો. તેની અસર ટ્રાફિક પર જોવા મળી હતી. સાથે જ કેટલાક સ્થળોએ ઝાડ ધરાશાઈ અથવા રસ્તા પર તુટેલા જોવા મળ્યા હતા.

    અમદાવાદમાં વરસાદની સાથે તીવ્ર ઝડપે પવન ફૂંકાયો હતો. વાહન ચાલકોએ દ્વિચક્રીય વાહનોને સ્થિર રાખવા પ્રયત્નો કરવા પડ્યા હતા. એક સ્થાનિક વેધર સ્ટેશન પરથી પ્રાપ્ત આંકડા મુજબ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં 25 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન ફૂંકાયાનું નોંધાયું છે.

    અમદાવાદ સહિત ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી હતી. ગુજરાતમાં સવારના છ થી રાતના 12 સુધીમાં મહેસાણા સતલાસણા તાલુકામાં સૌથી વધુ સાડા છ ઈંચ અને બનાસકાંઠાના ભાભરમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સિવાય ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો.

    હવામાન ખાતાની આગાહી મુજબ આજે રાજ્યમાં સર્જાયેલા ડિપ્રેશનની શક્તિ ઘટી જતાં વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે. આગામી નોરતા વરસાદને કારણે નહીં બગડે તેવી ખેલૈયાઓ અપેક્ષા રાખી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply