રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરથી વધી ખેડૂતોની ચિંતા
Live TV
-
ગુજરાતમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં સો ટકા ઉપરાંત વરસાદ થઈ ગયો છે
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જામ્યો છે. જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા થતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. વિવિધ ડેમો છલકાતા નીચાણવાળા ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જોકે, અમુક ભાગમાં જરુરિયાત કરતાં વધારે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયાં છે.
આ વર્ષે સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં સો ટકા ઉપરાંત વરસાદ થઈ ગયો છે. જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા એક મહિના દરમિયાન અવિરત વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મગફળી કપાસ અને અડદ જેવા પાકનું મોટા પાયે વાવેતર થયું હતું. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 1.20 લાખ હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું જ્યારે 43,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું. સતત વરસાદી પાણી પડવાના કારણે મગફળીને મોટુ નુકશાન થવા પામ્યું છે અને તૈયાર થયેલ કપાસ કાળુ પડી જતા 80% કપાસની ખેતીને પણ નુકશાન થતા જે ખેડૂતો વરસાદ બંધ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
