સુરતઃ ટેટુ દ્વારા મોદી સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે ખેલૈયાઓ
Live TV
-
સુરતમાં યુવતીઓ સરકારની સિદ્ધિઓ, ચંદ્રયાન ટૂ અને ટ્રાફિક નિયમના મુદ્દે જાગૃતિ લાવવા વિવિધ ટેટુ બનાવડાવી રહી છે
આ વર્ષે નવરાત્રિ દરમિયાન સુરતમાં એક નવા પ્રકારનો ટેટુ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સુરતમાં યુવતીઓ સરકારની સિદ્ધિઓ, ચંદ્રયાન ટૂ અને ટ્રાફિક નિયમના મુદ્દે જાગૃતિ લાવવા વિવિધ ટેટુ બનાવડાવી રહી છે. ટેટુ બનાવનારને ત્યાં પણ એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોના મુદ્દે ટેટુ ચિતરાવવાની યુવતીઓમાં બોલબોલા છે. આ ખેલૈયાઓ સંદેશો આપવા માંગે છે કે લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે. ખેલૈયાઓ ટેટુ દ્વારા મોદી સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે
