વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર
Live TV
-
ભાજપે રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડથી ધવલસિંહ ઝાલાને આપ્યું મેન્ડેટ
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકની પેટા ચૂંટણીનું 21 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે તમામ 6 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે 4 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
બન્ને પાર્ટીના ઉમેદવારની વાત કરીએ તો અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભાજપમાંથી જગદીશ પટેલ, કોંગ્રેસમાંથી ધર્મેન્દ્ર પટેલ, બનાસકાંઠાના થરાદમાં ભાજપમાંથી જીવરામ પટેલ, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, બાયડમાં ભાજપમાંથી ધવલસિંહ ઝાલા, કોંગ્રેસમાંથી જશુભાઈ પટેલ, લુણાવાડામાં ભાજપમાંથી જીજ્ઞેશ સેવક, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણના નામ પર મહોર મારવામાં આવી છે.
રાધનપુરમાં ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને ખેરાલુથી અજમલ ઠાકોરનું નામ જાહેર કરાયું છે.પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ આ બન્ને બેઠક પર નામ જાહેર કરાયા નથી.આ તમામ બેઠક પર 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
