અમદાવાદથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના 50 સંકલ્પ રથોનું પ્રસ્થાન
Live TV
-
ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના ગામડાઓ અને માણસો સુધી પહોંચે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના ગોતા ખાતેથી આ યાત્રાના 50 જેટલા સંકલ્પ યાત્રા રથોને રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. આ તમામ રથો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગામડાઓ સુધી પહોંચીને રાજ્યની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. અંતે તેમણે ઉમેર્યું હતું કે, સરકારે અત્યાર સુધીમાં જે પણ વિકાસના કાર્યો કર્યા છે, તે અંગેની માહિતી પણ લોકોને આપવામાં આવશે.
મોરબીમાં પણ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ મોરબી જિલ્લાના છેવાડાના લાભાર્થી સુધી, 2 માસના સમયગાળા દરમિયાન પહોંચાડવા માટે વિવિધ વિભાગીય વડાને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, સમગ્ર દેશ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાં જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે ભારત વિકાસ સંકલ્પ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે.. જેનો ઉદ્દેશ ખેતી, આરોગ્ય, શિક્ષણ જેવા વિભાગની સરકારી યોજનાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડી.. ભારતને વર્ષ 20247 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે.
