અમદાવાદના થલતેજમાં આવેલા સેન્ટ જ્યુડ ચર્ચમાં ઉજવવામાં આવ્યો નાતાલનો તહેવાર
Live TV
-
નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મસ્થળ ગભાણની પ્રતિકૃતિને રોશનીથી શણગારવામાં આવી હતી
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સેન્ટ જ્યુડ ચર્ચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલના તહેવારને ઉજવવામાં આવ્યો હતો. ચર્ચમાં વહેલી સવારથી જ લોકો પ્રાર્થના કરવા ઉમટી પડ્યા હતા. નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મસ્થળ ગભાણની પ્રતિકૃતિને રોશનીથી શણગારવામાં આવી હતી. નાતાલ નિમિત્તે ખ્રિસ્ત પરિવારોનાં ઘરે પણ વિશેષ પ્રાર્થના કરી નાતાલપર્વની ઉજવણી કરવામાં આવી હતી.
