Skip to main content
Settings Settings for Dark

ગણપત યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારોહ યોજાયો

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને જ્ઞાનની પદવી સાથે સમાજદાયિત્વની દીક્ષાથી જીવન ઘડતરને સાર્થક કરવાનું આહવાન કર્યું

    મહેસાણા જિલ્લામાં આવેલી ગણપત યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારોહ ગઈકાલે યોજાઈ ગયો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને મેડલ્સ અને પદવી એનાયત કરી હતી. 2,538 વિદ્યાર્થીઓને પદવી તથા મેડલ્સ આપવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને જ્ઞાનની પદવી સાથે સમાજદાયિત્વની દીક્ષાથી જીવન ઘડતરને સાર્થક કરવાનું આહવાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિદ્યાર્થીઓને ભવિષ્યના નિર્માણ માટે શુભકામનાઓ પાઠવતા કહ્યું કે ગણપત યુનિવર્સિટીએ ટૂંકા સમયમાં દેશમાં નામના મેળવી છે.વૈશ્વિકકક્ષાએ ગુજરાત અને મહેસાણાને ગણપત યુનિવર્સિટીએ ગૌરવ અપાવ્યું છે.તો આ કાર્યક્રમની સાથે મુખ્યમંત્રીના હસ્તે ઓલમ્પિક કક્ષાની નવનિર્મિત વિક્રમ નેઈલ સ્પોર્ટસ એકેડમીનું પણ ગણપત યુનિવર્સિટીમાં ઉદ્દઘાટન કર્યું હતું.આ કાર્યક્રમમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા લીમીટેડ જાપાનના CEO અને MD ડી કેનીચી આયુકાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply