અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બિન ખેતી હુકમોનું કર્યું વિતરણ
Live TV
-
પારદર્શી પ્રશાસનની નેમ સાથે વિજયભાઈ રૂપાણીએ પહેલરૂપ નિર્ણય કરીને રાજ્યમાં બિન ખેતી એન. એ. પ્રક્રિયા ઓનલાઇન કરવાનો પાઇલૉટ પ્રૉજેક્ટ અમદાવાદ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં શરૂ કરાવ્યો છે
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં બિન ખેતી હુકમોનું વિતરણ કર્યું હતું. પારદર્શી પ્રશાસનની નેમ સાથે વિજયભાઈ રૂપાણીએ પહેલરૂપ નિર્ણય કરીને રાજ્યમાં બિન ખેતી એન. એ. પ્રક્રિયા ઓનલાઇન કરવાનો પાઇલૉટ પ્રૉજેક્ટ અમદાવાદ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં શરૂ કરાવેલો. તેની સફળતાના પગલે રાજ્યમાં 12 નવેમ્બરથી જિલ્લા કલેક્ટર કચેરીમાં આ પદ્ધતિ શરૂ કરાવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંબોધતા મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા ઊભી કરવાની અમારી ફરજ છે અને અમે તે બજાવીશું. આ પ્રક્રિયા ઑનલાઇન કરીને કોઈના અધિકાર પર અમે તરાપ નથી મારી.
