રાજકોટના આજી ડેમમાં ઠલવાશે નર્મદાના નીર
Live TV
-
સૌની યોજના ડિસેમ્બર 2019 સુધીમાં પૂર્ણ થશે જેથી સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના નીરથી છલકાશે અને ખેડૂતો ત્રણેય સીઝનનો પાક લઈ શકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું છે કે આગામી જૂન મહિના સુધી રાજકોટ વાસીઓને પાણી કાપ વેઠવો ન પડે તે માટે નર્મદાના નીર આજીડેમમાં ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ત્રીજી વખત આજી ડેમને નીરથી ભરી દેવામાં આવશે. સૌની યોજના ડિસેમ્બર 2019 સુધીમાં પૂર્ણ થઈ જવાની છે અને આ યોજના પૂર્ણ થતાં સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના નીરથી છલકાઈ જશે.જેના કારણે ખેડૂતો ત્રણેય સીઝનનો પાક લઈ શકશે.તો મુખ્યમંત્રીએ 96 અસરગ્રસ્ત તાલુકાના 23.24 લાખ ખેડૂતોને 40.32 લાખ હેક્ટર માટે અંદાજે 2,285.59 કરોડની પાક નુક્સાન ઈનપુટ સહાય ચુકવણીનો પ્રારંભ કરાવ્યો હતો.રાજકોટમાં યોજાયેલા કિસાન સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભૂતકાળમાં અનેક દુષ્કાળોને ખેડૂતોએ સહન કર્યા છે.પરંતુ આ વખતે અછત સામે રાજ્ય સરકારે અસરકારક પગલા લીધા છે.આ સંમેલનમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કૃષિમંત્રી આર.સી. ફળદુ, પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા તેમજ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં 8 તાલુકાના 1500 જેટલા ખેડૂતોએ હાજરી આપી હતી.આ પ્રસંગે ખેડૂતોને ટપક સિંચાઈ, અછત ગ્રસ્ત અને તાર ફેન્સિંગના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.
