રાજ્ય સરકાર દ્વારા લોક હિતાર્થ માટેના કાર્યોનું ઈ-લોકાર્પણ
Live TV
-
ગાંધીનગર ખાતે લોક હિતાર્થ માટે રૂ.666 કરોડના કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ અને વિજયભાઈ રૂપાણી સરકારનું એક વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે લોક હિતાર્થ માટે રૂ.666 કરોડના કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે શિક્ષણ અને બાળ વિકાસ વિભાગને સંલગ્ન વિવિધ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કરવામા આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અનેક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમજ રાજ્યનો અને રાજ્યના લોકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિવિધ લોક ઉપયોગી યોજનાઓનો લાભ સમયસર અને ગુણવત્તા સભર મળે તે જરૂરી છે, આમ થાય તો જ પ્રજાના નાંણાનો સદઉપયોગ કહેવાય.
