અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા તળાવ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
Live TV
-
વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ યોગાસન શિબિરમાં ખાસ કરીને પ્રાથમિક શાળાના નાના બાળકો સવિશેષ ઉપસ્થિત રહીને બાળ યોગાસનો રજૂ કર્યા હતા.
અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા તળાવ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ યોગાસન શિબિરમાં ખાસ કરીને પ્રાથમિક શાળાના નાના બાળકો સવિશેષ ઉપસ્થિત રહીને બાળ યોગાસનો રજૂ કર્યા હતા. યોગથી માનસિક ક્ષમતા વધવાની સાથે સાથે ઘણા રોગોથી પણ મુક્તિ મળે છે. તેમજ વિદ્યાર્થીઓને યોગાભ્યાસથઈ શિક્ષણમાં એકાગ્રતા અને શરીર સ્વસ્થ બને છે. તેમ યોગ શિબિરના સંયોજક ઋત્વિ વ્યાસે જણાવ્યું હતું.
