અમદાવાદના મેયર બિજલ પટેલ તો સુરતના મેયર બન્યા ડૉ. જગદીશ પટેલ
Live TV
-
ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમૂલ ભટ્ટ નિમાયા છે.
ભાજપા પાર્લામેન્ટ્રી વોર્ડમાં નામો નક્કી થયા બાદ આજે અમદાવાદના નવા મેયરની વિધિવત જાહેરાત કરાઈ છે. અમદાવાદના નવા મેયર તરીકે બિજલ પટેલની વરણી કરાઈ છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમૂલ ભટ્ટ નિમાયા છે.
જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહની વરણી કરાઈ છે અને દંડકનો ચાર્જ રાજુ ઠાકોરને આપવામાં આવ્યો છે. મેયર તરીકે શપથ લીધા બાદ બિજલ પટેલે કહ્યું હતું કે, હું બધાને સાથે રાખી આગળ વધીશ અને શહેરનો વિકાસ કરીશ.
સુરતઃ
સુરતના મેયર તરીકે ડૉક્ટર જગદીશ પટેલની વરણી
ડેપ્યુટી મેયર તરીકે નિરવ શાહની વરણી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનિલ ગોપલાણીની નિમણૂક
શાસક પક્ષના નેતા તરીકે ગિરિજાશંકર મિશ્રાની વરણીભાવનગરઃ
ભાવનગરમાં મેયર તરીકે મનહર મોરીની નિમણૂક
ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની વરણી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવરાજસિંહ ગોહિલની વરણી
