Skip to main content
Settings Settings for Dark

નાથળ-સોનારી ગામના લોકો વચ્ચે મારામારી, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Live TV

X
  • જેમાં વીડિયો પ્રમાણે બંને ગામના પુરુષો અને મહિલાઓ હાથમાં લાકડી લઈ મારામારી કરતા જોવા મળી રહ્યા છે.

    ઉના તાલુકાના નાથળ અને સોનારી ગામના ગ્રામજનોની વચ્ચે અથડામણ થયાની ઘટના બની છે. બંને જૂથો વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો પણ જાહેર થયા છે. આ જૂથ અથડામણનો વીડિયો પણ વાયરલ થતાં લોકોમાં અચરજની સાથે ભય પણ ફેલાયો છે.

    ઉના તાલુકાના નાથળ અને સોનારી ગામના લોકો વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હતી, જેમાં બંને ગામના થઈ 30થી વધુ લોકોને ઈજા થઈ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વીડિયો પ્રમાણે બંને ગામના પુરુષો અને મહિલાઓ હાથમાં લાકડી લઈ મારામારી કરતા જોવા મળી રહ્યા છે.

    જો કે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોનારી ગામે રહેતા કાનાભાઈ ચારણીયાની પુત્રીને નાથળ ગામના ભીમાભાઈનો દીકરો ભાવેશ ભગાડી ગયેલ હોવાથી યુવતીના પરિવારજનો ત્રણ દિવસથી યુવતીની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ ભાળ ન મળી હતી.

    સોનારી ગામનો પરિવાર મંગળવારે દીકરીની શોધ કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં નાથળ રોડ પર ૧૦થી વધુ શખ્સો કુહાડી, છરી, લોખંડની પાઈપો અને લાકડાના ધોકા જેવા હથિયારો લઈ વાનીતાબેનના પરિવાર હુમલો કર્યો હતો અને સામસામે મારામારીની ઘટના બની હતી. બંને પક્ષે સામસામે ૧૫થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply