મોરબી પાલિકામાં પ્રમુખ તરીકે કેતનભાઈ વિલપરાની નિમણૂંક
Live TV
-
આજની ચૂંટણીમાં બહુમતીમાં પ્રમુખ તરીકે કેતનભાઈ વિલપરા અને ઉપ પ્રમુખપદે એમનાબેન મોવરની વરણી બહુમતીથી કરાઈ હતી.
સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આજે યોજાઈ હતી. આજની ચૂંટણીમાં બહુમતીમાં પ્રમુખ તરીકે કેતનભાઈ વિલપરા અને ઉપ પ્રમુખપદે એમનાબેન મોવરની વરણી બહુમતીથી કરાઈ હતી.
મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોના ટેકાથી શાસનમાં રહેલા ભાજપના પ્રમુખ - ઉપપ્રમુખની ટર્મ પુરી થતા આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના 25 અને 20 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરાયેલા પ્રમુખપદના ઉમેદવાર કેતનભાઈ વિલપરા અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર એમનાબેન મોવરને કોંગ્રેસના તમામ સભ્યોએ ટેકો જાહેર કરતા આ બંને ઉમેદવારો 45માંથી 25 મતો મેળવીને વિજેતા બન્યા હતા.
