Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના રામોલમાંથી 25.30 લાખના MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

Live TV

X
  • અમદાવાદના રામોલ વિસ્તારમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ નાકા નજીક લકઝરી બસમાં ઈન્દોરથી 25.30 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ લઈને આવેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદના યુવકને આ ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો, જેના તેને 6 હજાર રૂપિયા મળવાના હતા. આ મામલે પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી ડ્રગ્સ મોકલનાર તથા મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    બે પાર્સલ હતા જેમાં પ્રથમ પાર્સલમાંથી 11,92 લાખ રૂપિયાનું 397 ગ્રામ 430 મિલિગ્રામ અને બીજા પાર્સલમાંથી 13.38 લાખ રૂપિયાનું 446 ગ્રામ 180 મિલિગ્રામ MD ડ્રગ્સ મળી કુલ 843 ગ્રામ 610 મિલિગ્રામ જથ્થો મળ્યો હતો.પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, પાવર બેન્ક અને ચાર્જર સહિત કુલ 25.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં આ જથ્થો ઈન્દોરના શાનુ પઠાણે મોકલ્યો હતો અને અમદાવાદ ખાતે રિયાઝઅલી નામના શખસને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    પોલીસ પૂછપરછમાં આરોપી રિઝવાને કબૂલાત કરી હતી કે સામાન્ય કોલ કે વોટ્સએપના બદલે પોલીસ ટ્રેકિંગથી બચવા તેઓ 'ZANGI' નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. ઈન્દોરના શાનુ પઠાણે તેને આ માલ અમદાવાદ પહોંચાડવા આપ્યો હતો. આ કામ માટે તેને માત્ર એક ટ્રીપના 6,000 રૂપિયા કમિશન પેટે મળવાના હતા. અમદાવાદ ખાતે ZANGI એપ પર 'patel' નામથી સેવ થયેલા રિયાઝઅલી નામના શખ્સને આ માલ ડિલિવરી કરવાનો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply