ગુજરાત વિધાનસભામાં રાજ્યના GST કાયદામાં સુધારા માટેનું વિધેયક પસાર
Live TV
-
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 56મી GST કાઉન્સિલની ભલામણોના આધારે ગુજરાત GST સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું હતું, જેને ગૃહે પસાર કર્યું છે. સુધારાઓથી ‘ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન મળશે.
સુધારા મુજબ નાના વેપારીઓને ફેસલેસ સિસ્ટમથી માત્ર ત્રણ દિવસમાં GST નોંધણી અને પ્રમાણપત્ર મળી શકશે. નિકાસના કિસ્સામાં સાત દિવસમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડની જોગવાઈ કરવામાં આવી છે. વેચાણ પછીના ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ નોટની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.આ ઉપરાંત, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હેઠળ 90 ટકા પ્રોવિઝનલ રિફંડ સાત દિવસમાં આપવાની જોગવાઈ કરાઈ છે. વેરો ચૂકવીને નિકાસ કરાયેલા માલના રિફંડ માટેની હાલની ₹1,000ની લઘુત્તમ મર્યાદા પણ દૂર કરવામાં આવી છે.નાણામંત્રીએ જણાવ્યું કે GSTના સરળીકરણના પરિણામે ગુજરાતમાં ગત નાણાકીય વર્ષ દરમિયાન 99.6 ટકા રિટર્ન સમયસર ભરાયા છે. કરદાતાઓના સમયસર રિટર્ન ભરવાના મામલે ગુજરાત સતત પાંચ વર્ષથી દેશમાં પ્રથમ ક્રમે છે.
