Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે હાઈટેક ઓપરેશન થિયેટર ખુલ્લુ મુકવામાં આવ્યુ

Live TV

X
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુથી ટ્રોમા સેન્ટર ખાતે હાઈટેક ઓપરેશન થિયેટર ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ ઓપરેશન થિયેટરનું ઉદઘાટન સિવિલ હોસ્પિટલના ડૉ. એમ.એમ.પ્રભાકર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ ઓપરેશન થિયેટર ખુબ જ અત્યાધુનિક છે. જેમાં ઓટોમેટેડ સેન્સર ઓરિએન્ટેડ ડોર, સેન્સર સેક્શન યુનિટ, ઓપરેશન કરતી વખતે પડછાયો ના પડે તેવી કોલ્ડ શેડો લાઈટ તેમજ લેમિનાર એરફ્લો, સેન્ટ્રલ એસી, ફોક્સ લાઈટ સહિતની અદ્યત્તન સુવિધાથી સજ્જ છે. આ ઉપરાંત દરેક ડૉક્ટર્સ માટે કન્સલ્ટિંગ રૂમ તેમજ સ્ટોરેજ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ ટ્રોમા સેન્ટર ખાતે સાત ઓપરેશન થિયેટર કાર્યરત હતા જ્યારે બીજા પાંચ ઓપરેશન થિયેટર શરૂ થતાં કુલ ૧૨ ઓપરેશન થિયેટર કાર્યરત બન્યાં છે. આ પ્રસંગે ડૉ. એમ.એમ.પ્રભાકરે જણાવ્યુ હતું કે, "સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓને વધુ યોગ્ય સારવાર પૂરી પાડી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply