સિંહોને કોઈ ભેદી રોગ નથી થયો પરંતુ અમુક સિંહોમાં જોવા મળતો બેબેસીયા પ્રોટોઝોવા રોગ થયો છે : મુખ્ય વન સંરક્ષક
Live TV
-
એશિયાઈ સિંહોમાં કોઈ ભેદી રોગ આવ્યા અંગેના મીડિયામાં વહેતા થયેલા સમાચારો અંગે રદિયો આપતા મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, સિંહોને કોઈ ભેદી રોગ નથી થયો પરંતુ અમુક સિંહોમાં જોવા મળતો બેબેસીયા પ્રોટોઝોવા રોગ થયો છે અને તેના ઈલાજ માટે પાંચ સિંહોને સક્કરબાગ ઝૂ ખાતે સારવાર માટે મોકલાયા છે.રાજુલા-જાફરાબાદ ખાંભા સાવરકુંડલા બાદ હવે વિસાવદર પંથકમાં સિંહોમાં આ રોગનું સંક્રમણ જોવા મળી રહ્યું છે,જે માટે એક ડઝન જેટલા સિંહોનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિસાવદર પંથક તેમજ રાજુલા રેન્જમાંથી રેસ્ક્યુ કરાયેલા સિંહોને સાસણ ખાતે રાખવામાં આવ્યા છે અને તમામની સારવાર ચાલુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છ દિવસ આ રોગ નો કોર્સ કરવાનો હોય છે અને ત્યારબાદ છ દિવસ તેમની દેખરેખ રાખી 15 દિવસ બાદ ફરી જંગલમાં છોડી દેવામાં આવશે. સિંહોમાં જોવા મળતા બેબેસીયા પ્રોટોઝોવા ઘાસમાં થતી ઈતરડીમાંથી થાય છે.
