Skip to main content
Settings Settings for Dark

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં સ્માર્ટ એર સિટી બનાવવા AMCનો માસ્ટર પ્લાન

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા બજેટ વર્ષ 2026-27 અંતર્ગત કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી શહેરની એર ક્વોલિટી સુધારવા માટે રોડ ડસ્ટ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રીન કવર, વેહિક્યુલર એમીશન, એર ક્વોલિટી મોનિટરિંગ સંબંધિત કામગીરીને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા બજેટ વર્ષ 2026-27 અંતર્ગત કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી શહેરની એર ક્વોલિટી સુધારવા માટે રોડ ડસ્ટ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રીન કવર, વેહિક્યુલર એમીશન, એર ક્વોલિટી મોનિટરિંગ સંબંધિત કામગીરીને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ અનુસંધાન અમદાવાદ મ્યુનિસિપિલ કમિશનરના અધ્યક્ષસ્થાને શહેરની એર ક્વોલિટીમાં સુધારો લાવવા માટે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં "Smart Sensing and Digital Intelligence for Integrated Management” વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં IIT કાનપુરના પ્રતિનિધિ પ્રોફેસર સચ્ચિદાનંદ ત્રિપાઠી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ), આરોગ્ય અધિકારી તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રોફેસર સચ્ચિદાનંદ ત્રિપાઠી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં Near Real-Time રિસ્પોન્સ સિસ્ટમ વિકાસાવવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડેટા વિશ્લેષણ તથા શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે હાઈપર-લોકલ સેન્સર આધારિત મોનિટરિંગ નેટવર્ક વિકસાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

    આ પહેલ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ ગ્રિડ, મોબાઈલ લેબ અને Near Real-Time Source Apportionment Study ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રદૂષણના હોટસ્પોટ્સની ઓળખ કરી તાત્કાલિક નિયંત્રણ માટે વોર્ડ સ્તરે SOP આધારિત કાર્યવાહી શક્ય બનશે. જેથી પ્રદૂષણ નિયંત્રણ માટે ઝડપી અને વૈજ્ઞાનિક પગલા લઈ શકાશે. વર્ષ 2026થી 2030 દરમિયાન તબક્કાવાર રીતે બેઝલાઇન મેપિંગ, સેન્સર સ્થાપન, ડેટા પ્લેટફોર્મ ડેવલોપમેન્ટ, કેપિસિટી બિલ્ડીંગ અને રિયલ-ટાઈમ નિર્ણય આધારિત વ્યવસ્થાપન જેવા વિવિધ પગલાં અમલમાં મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તમામ કામગીરીના અમલીકરણથી શહેરના સસ્ટેનેબલ વિકાસ અને હવા ગુણવત્તા સુધારણામાં નોંધપાત્ર યોગદાન મળશે.

    આ યોજના અમલમાં મુકાતા આગામી વર્ષોમાં શહેરની હવા ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે તેમજ નાગરિકોના આરોગ્ય પર સકારાત્મક અસર પડશે. ટેક્નોલોજી આધારિત આ પહેલ અમદાવાદને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આરોગ્યપ્રદ શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply