અમદાવાદને મળશે 100 ધમણ-1 વેન્ટીલેટર, મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી કરી કોરોનાની સ્થિતિ પર સમિક્ષા
Live TV
-
અમદાવાદને મળશે નવા 100 ધમણ-1 વેન્ટીલેટર- રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટને અર્પણ કરાયું વેન્ટિલટર-સસ્તુ અને સારુ વેન્ટિલેટર છે ધમણ-1.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેમના નિવાસ સ્થાન ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમથી રાજ્યના સાસંદ અને ધારાસભ્યો સાથે વિડીયો કોન્ફરન્સથી તેમના મત વિસ્તારની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. તો અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ,પરિસ્થિતિની સમીક્ષા કરવા અમદાવાદ જિલ્લા અને શહેરના સંસદસભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે પણ વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ આ વિસ્તારમાં રોગચાળો અટકાવવાના પગલાંઓ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત અમદાવાદની સ્થિતિને જોતા 100 જેટલા ધમણ-1 વેન્ટીલેટર્સ અમદાવાદને ફાળવવાની જાહેરાત કરી હતી. તો રાજકોટમાં પણ ધમણ-1 વેન્ટીલેટર્સ અર્પણ કરાયું હતું.
મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગઈકાલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર સોમવારથી રાજ્યના ૬૬ લાખ કાર્ડ ધારકોના બેંક ખાતામાં રુપિયા એક હજારની રકમ જમા કરાવશે. જેમાં મધ્યમવર્ગથી માંડીને ગરીબ પરિવારોને રાહત મળશે. તો એપીએલ-૧ કાર્ડ ધારકોને તા. ૧૩થી ૧૭મી એપ્રિલ દરમિયાન અનાજના જથ્થાનું વિતરણ કરાયુ હતુ. જેમાં ૬૦ લાખ પરિવારો પૈકી ૪૫ લાખ પરિવારોએ લાભ લીધો હતો.
