રાજ્યના 23 પોલીસકર્મી કોરોનાથી સંક્રમિત : DGP શિવાનંદ ઝા
Live TV
-
અમદાવાદમાં કરફ્યુ ભંગના 113 ગુના નોંધાયા છે અને 128 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં કરફ્યુ ભંગના ગુનામાં 82ની ધરપકડ થઈ છે
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી રાજયમાં નોંધાયેલ ગુનાઓ
અંગે માહિતી આપી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ કે પોલીસ ડ્રોન અને સીસીટીવી કેમેરા
વડે લોકો પર નજર રાખી રહી છે. અમદાવાદમાં કરફ્યુ ભંગના 113 ગુના નોંધાયા છે અને 128 લોકોની
ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં કરફ્યુ ભંગના ગુનામાં 82ની ધરપકડ થઈ છે અને
રાજકોટમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં સીસીટીવીના આધારે 94 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, ડ્રોનના આધારે 276 ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને આજ સુધી રાજ્યમાં ડ્રોનથી કુલ 6751 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં અફવા ફેલાવવા અંગે 17 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં 8691 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે
અને હાલ સુધીમાં કુલ 59172 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યુ કે, રાજ્યમાં
એમ્બુલન્સ દુરુપયોગના 23 ગુનાઓ નોંધાયા છે. વાહન વ્યવહારના નવા ઠરાવ મુજબ કમ્પાઉન્ડેબલ
કલમો હેઠળ લોકડાઉન હેઠળ ડિટેઇન થયેલા વાહનો માટે દંડ વસૂલવામાં આવશે. જે ટુ વ્હીલર અને થ્રી
વ્હીલર માટે મહત્તમ રૂ. 500 અને બાકી વાહનો માટે રૂ. 1000 રહેશે.વધુમાં, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ કે આજ સુધીમાં રાજ્યના 23 પોલીસકર્મી કોરોનાથી
સંકર્મિત થયા છે જેમાથી 21 પોલીસકર્મી અમદાવાદના છે. રાજ્યના પોલીસકર્મીઓની રોગપ્રતિકારક
શક્તિ વધારવા તેમણે સરકાર માન્ય આયુર્વેદિક અને હોમિયોપેથિક ઔષધિઓ આપવામાં આવે છે. ફરજ
બજાવતા પોલીસકર્મીઓને પૌષ્ટિક ખોરાક, છાશ અને લીંબુ પાણી આપવામાં આવી રહ્યાં છે.
