Skip to main content
Settings Settings for Dark

સુરત: કર્ફ્યુમાં ઉલ્લંઘનથી છૂટછાટનો સમય પોલીસ કમિશનરે બદલ્યો

Live TV

X
  • સુરતમાં 17 તારીખથી કરફ્યુ લદાયા બાદ બપોરે 1 થી 4 દરમિયાન જીવનજરૂરીતાયની વસ્તુઓ લેવા જ છૂટછાટ આપવામાં આવી હતી. અઠવાલાઈન, લાલગેટ, સલાબતપુરા, મહિધરપુરા અને લિબાયત વિસ્તારમાં છૂટછાટનું પાલન થતું ન હોવાને કારણે નિયમોનું ઉલ્લંઘન થતું હતું જેના પગલે સુરત પોલીસ કમિશનરે હવે છૂટછાટના સમય દરમિયાન મહત્વના નિર્ણયો લીધા છે કે 20મી તારીખે માત્ર શાકભાજી અને કરીયાણુ લઈ શકશે તો તે પછીના બે દિવસ માત્ર દૂધ અને દવાનું વેચાણ જ થઈ શકશે. જ્યારે 22 તારીખ પછી કરફ્યુમાં છૂટછાટ આપવી કે નહી તે નિર્ણય લેવાશે

    કોરોનાના હોટસ્પોટ ધરાવતા સુરતના ચારેક પોલીસ મથક વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે આ વિસ્તારોમાં કર્ફ્યુના નિયમો અંતર્ગત છૂટછાટ દરમિયાન મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર આવી જતી હોવાથી પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો છે. જેથી એક દિવસ કરિયાણાની દુકાન ખુલશે અને એક દિવસ બંધ રહેશે. સુરતના કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં નિયમોમાં ફેરફાર પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સોશિયલલ ડિસ્ટન્સ ન જળવાતા નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જાહેર નામમાં સુધારો કરવામાં આવ્યો છે. 20 તારીખે કરિયાણું , દૂધ અને શાકભાજી, દવા મળશે. જ્યારે 19 અને 21 તારીખે માત્ર દૂધ અને દવા મળશે. ચાર પોલીસ મથક વિસ્તારમાં 22 એપ્રિલ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply