Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજથી પ્રારંભ

Live TV

X
  • દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલા અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રંગારંગ પ્રારંભ થયો છે. મહોત્સવની શરૂઆતમાં અમદાવાદના મેયર બિજલબહેન પટેલે સ્વાગત પ્રવચન દ્વારા સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ પતંગ મહોત્સવને પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો. મહોત્સવની શરૂઆત વિવિધ શાળાના 2000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સૂર્ય નમસ્કાર અને ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી સૂર્યવંદનાથી થઈ હતી. મહોત્સવમાં 15 જેટલા દેશોના રાજદૂતો પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં આકર્ષણ ઊભું કરનારા આ પતંગમહોત્સવમાં 14 રાજ્યમાંથી 650થી વધુ પતંગ બાજોની સાથે 45 દેશમાંથી આવેલા 151 પતંગબાજોએ પણ ભાગ લીધો છે. આ અગાઉ ગઇકાલે પતંગ મહોત્સવની પૂર્વ સંધ્યાએ અમદાવાદના મેયર બીજલબેન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પતંગ વર્કશોપ, અને હેન્ડીક્રાફટ પેવેલીયન ના સ્ટોલની મુલાકાત લઈ તેને વિધીવત ખુલ્લા મૂક્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply