Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં 8.76 લાખ ઉમેદવારોએ આપી LRDની પરીક્ષા

Live TV

X
  • આજે ફરીથી LRD પરીક્ષા રાજ્યભરમાં 2440 કેન્દ્રો પર લેવાઈ હતી. આ પરીક્ષામાં 8.76 લાખ વિદ્યાર્થીઓ બેસ્યા હતા. ત્યારે રાજકોટમાં 42 હજારથી વધુ ઉમેદવારો ફરી લોકરક્ષક દળની પરીક્ષા આપી. પરીક્ષામાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા 48 ફ્લાઈંગ સ્કોડ ખડેપગે રાખવામાં આવી હતી.

    તો પરિક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં આવતી સ્ટેશનરી અને ઝેરોક્ષનું મશીન બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ, લાઉડ સ્પીકર વગાડવા ઉપર કે પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ પરીક્ષા માટે પુરતો બંદોબસ્ત ગોઠવાયો છે. બનાસકાંઠા જિલ્લાના 47 હજાર જેટલાં વિદ્યાર્થીઓ અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા ગયા હતા. બનાસકાંઠામાં 110 સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરાયું હતુ. બીજીબાજુ અંબાજી એસ.ટી ડેપો દ્વારા 34 બસો અંબાજી અને આજુબાજુ ના પરીક્ષાર્થીઓ માટે ફાળવવામાં આવી હતી. આ એસ.ટી ની મફત મુસાફરી નો લાભ લઈ રહેલા વિદ્યાર્થી ઓ ખુશ જોવા મળ્યા હતા. અને આ વખતે શાંતિથી પરીક્ષા યોજાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply