કલોલના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના નવા લેમિનાર ઓપરેશન થિયેટરને ખુલ્લું મુક્યું
Live TV
-
કલોલમાં શ્રી સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંસ્થાના રજત જયંતી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમારી રાજ્ય સરકાર સત્તાને સેવાનું માધ્યમ બનાવી પ્રત્યેક નાગરિકના શિક્ષણ અને આરોગ્ય સહિતના કાર્યો કરતી આવી છે. વળી ગુજરાતના વિકાસમાં સ્વામીનારાયણ સંતોની ભૂમિકા ઉલ્લેખનીય રહી છે. આ સંતો સમાજમાં લોકો વચ્ચે જઈને વ્યસન મુક્તિ, શિક્ષણ,આરોગ્ય, સદાચાર અને સંસ્કાર સિંચનનું વ્યાપક જન અભિયાન ચલાવે છે. આ પ્રસંગે તેમણે કલોલના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના નવા લેમિનાર ઓપરેશન થિયેટરને ખુલ્લું મુક્યું હતું. અને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પણ મા અમૃતમ - વાત્સ્ય યોજના, જનઔષધિ કેન્દ્રો તેમજ કિડની-લીવર-હૃદયના ગંભીર રોગ માટે ત્રણથી ચાર લાખ સુધીની સારવાર સહાય પણ કરે છે
