Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની વિકાસ પતંગ વિશ્વ નભમાં નવી ઉંચાઈઓ સર કરી રહી છેઃ CM રૂપાણી

Live TV

X
  • 14 દેશોના 151 પતંગબાજો અને ભારતના 14 રાજ્યોના 650 પતંગબાજોએ લીધો હિસ્સો - વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર.

    દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલા અમદાવાદના ત્રીસમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રંગારંગ પ્રારંભ થયો છે. મહોત્સવની શરૂઆતમાં અમદાવાદના મેયર બિજલબહેન પટેલે સ્વાગત પ્રવચન દ્વારા સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.

    ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ પતંગ મહોત્સવને પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણએ પર્યાવરણની ઉપાસનાનું પર્વ છે. તેમણે કહ્યું હતું કે, આવા ઉત્સવો ગરીબો અને શ્રમજીવીઓ માટે આર્થિક ઉન્નતિનો આધાર બન્યા છે. મહોત્સવની શરૂઆત વિવિધ શાળાના 2000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સૂર્ય નમસ્કાર અને ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી સૂર્યવંદનાથી થઈ હતી.

    મહોત્સવમાં 15 જેટલા દેશોના રાજદૂતો પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં આકર્ષણ ઊભું કરનારા આ પતંગમહોત્સવમાં 14 રાજ્યમાંથી 650થી વધુ પતંગ બાજોની સાથે 45 દેશમાંથી આવેલા 151 પતંગબાજોએ પણ ભાગ લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply