17મી જાન્યુ.થી શોપિંગ ફેસ્ટિવલઃ ગ્રાહકોને ડિસ્કાઉન્ટથી મળશે વસ્તુઓ
Live TV
-
રાજય સરકાર અને એએમસીના સહયોગથી વાઈબ્રન્ટ શોપિંગ ફેસ્ટીવલ,ઓર્ગેનાઈઝીંગ ફેડરેશન દ્વારા શોપિંગ ફેસ્ટીવલનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
આ ફેસ્ટીવલ અંતર્ગત વેપારીઓને પોતાના શો રૂમ કે દુકાનથી જ વેપાર ધંધાનો વ્યાપ વધારવાની ઉજ્જવળ તક મળશે. સાથે- સાથે ગુણવત્તાયુક્ત વેચાણ દ્વારા નવા ગ્રાહકો ઉભા કરવાની તક પણ મળશે તેમ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું.
આ અનોખા આયોજનમાં સેટેલાઈટ, રતનપોળ, ગાંધીરોડ અને મણિનગર સહિતનાં અનેત વિસ્તારના તમામ વેપારીઓ જોડાશે. આગામી 17 જાન્યુઆરીથી બાર દિવસ સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટીવલમાં ગ્રાહકોને જવેલર્રી, કપડા, ઓટોમોબાઈલ્સ સહિતની તમામ વસ્તુઓ ડિસ્કાઉન્ટ રેટથી મળી રહેશે. Return to index of stories...
