Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આવતીકાલે ફરી યોજાશે લોકરક્ષક દળ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા

Live TV

X
  • પરીક્ષા માટે જુના કોલ લેટર નહીં ચાલે તેવી સ્પષ્ટતા સાથે નવા કોલ લેટર મેળવી લેવા બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયનો પરીક્ષાર્થીઓને અનુરોધ

    ગુજરાતમાં, લોકરક્ષક દળની પરીક્ષા ફરીથી 6 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રવિવારે યોજાવાની છે. આ વખતે પેપર લીક ના થાય એ માટે સરકાર અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખુબ જ સતર્કતા રખાઈ છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે 6 જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષામાં 8 લાખ 75 હજાર પરીક્ષાર્થી પરીક્ષા આપશે.

    હજુ સુધી 2 લાખ કોલ લેટર બાકી છે ,એટલે જેને પણ વેબસાઈટ ઉપર જાણ કરવામાં આવી છે ,તેમણે કોલ લેટર મેળવી લેવો. તેમણે જણાવ્યું હતું કે જૂનો કોલ લેટર માન્ય ગણાશે નહીં. પરીક્ષાર્થી એસટી બસમાં પરીક્ષા કેન્દ્ર સુધી મફત પહોંચી શકશે. તેમણે ઉમેર્યું હતું કે તેના માટે એડવાન્સ બુકીંગ પણ થઈ શકશે. 55 હજાર પરીક્ષાર્થીએ એડવાન્સ બુકીંગ કરાવ્યું છે.

    મોડાસા બસ મથકે વિદ્યાર્થીઓ માટે કરાઈ વ્યવસ્થા
    ગત મહિનામાં યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયા પછી ફરી પરીક્ષાનું આયોજન થયું છે. પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્ર પર નિઃશુલ્ક પહોંચી શકે તેવી વ્યવસ્થાની કરાયેલી જાહેરાતના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લામાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા ઇચ્છા વિદ્યાર્થીઓના એડવાન્સ બુકિંગની મોડાસા બસ મથકે વ્યવસ્થા કરવામાં આવી છે. મોડાસા બસ મથકે આ ટિકીટ માટે અલગ કાઉન્ટર શરૂ થયું છે. પરીક્ષા સેન્ટર સુધી ઉમેદવારોને પહોંચાડવા 50 જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા બીજી જાન્યુઆરીની પાંચ જાન્યુઆરી સુધી અમલી રહેવાની છે. જિલ્લા કલેકટરે પણ ટ્વિટ કરીને લોકોને આ બાબતની જાણકારી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply