અમદાવાદમાં કુલ 2399 લોકો ક્વોરોન્ટાઇનમાં, મ્યુ. કમિશ્નર વિજય નેહરાએ આપી માહિતી
Live TV
-
અમદાવાદ શહેરમાં 400 થી વધુ ભિક્ષુકોનું પણ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જેમાંથી પણ 1 કેસ પોઝીટીવ મળી આવ્યો છે.
અમદાવાદ નો મધ્યઝોન વિસ્તાર કોરોનાના ફેલાવા માટે હોટસ્પોટ બન્યો છે અને ત્યાં મહાનગર પાલિકા દ્વારા સધન તપાસની કામગીરી ચાલી રહી છે. આજે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મહાનગર પાલિકા દ્વારા હેલ્થ ચેકઅપની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં કુલ 2399 લોકો ક્વોરોન્ટાઇનમાં છે તથા નવા જે કેસો આવ્યા છે તેમાંથી કાલુપુરના 1 કુટુંબના 8 જેટલા સભ્યો નવી મિલત વિસ્તારના પોઝીટીવ આવ્યા છે તથા બહેરામપુરા વિસ્તારમાં પણ એક ડ્રાઇવર નો કેસ હતો તેના સંબંધમાં બિજા 3 કેસો આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દુધેશ્વરમાં 3 કેસો તથા દાણીલિમડા ની શક્તિ સોસાયટીમાંથી 5 નવા કેસ સામે આવ્યા છે અને જમાલપુરમાં પણ બિજા 4 કેસ નોંધાયા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરમાં 400 થી વધુ ભિક્ષુકોનું પણ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જેમાંથી પણ 1 કેસ પોઝીટીવ મળી આવ્યો છે. તેમજ લેબર સાઇટ પર રહેલા મજુરવર્ગમાંથી પણ 2398 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવતી કાલે આવશે. શ્રી નહેરાએ લોકોને લોક ડાઉનનો ચુસ્તપણે અમલ કરવા અપીલ કરી હતી.
