મુખ્યમંત્રી રૂપાણીના તબીબી પરિક્ષણ બાદ તમામ રિપોર્ટ આવ્યા નોર્મલ, એક સપ્તાહ માટે રહેશે ક્વોરેંટાઇનમાં
Live TV
-
તમામ તબીબી રિપોર્ટ આવ્યા નોર્મલ, જોકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ નહીં. વિડીયો કોન્ફરન્સથી રાજ્યની સ્થિતિ પર રાખશે નજર.
ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત ત્રણ ધારાસભ્યોએ ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્યમંત્રી નીતીન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના પગલે આજે સવારે ડો. અતુલ પટેલ અને ડો. આર કે પટેલ દ્વારા મુખ્યમંત્રીનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. પરિક્ષણ બાદ માલુમ પડ્યુ છે કે મુખ્યમંત્રીના તમામ પેરામીટર્સ નોર્મલ આવ્યા છે અને તેઓ સ્વસ્થ છે. જો કે હવે નિર્ણય લેવાયો છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ અપાશે નહીં. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સથી તમામ મીટીંગ્સ કરશે અને સમગ્ર રાજ્યની સ્થિતિ પર નજર રાખશે. જોકે મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. અને તેઓ સ્વસ્થ્ય થઇને ફરી પોતાના વિસ્તારના લોકોની સેવામાં લાગી જાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી
