Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં નવા 42 કેસ સાથે રાજ્યમાં કુલ 695 કોરોનાના કેસ : ડૉ. જયંતિ રવિ

Live TV

X
  • ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય ખાતાના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ ગત સાંજ પછીના કોરોનાના કેસ અંગેની જાણકારી આપી હતી. 

    જયંતિ રવિએ પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આજે નવા 56 કેસ પોઝિટિવ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 404 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અમદાવાદમાં બે દર્દીઓના મોત થયાં છે. ત્યારે આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 695 થઈ ગઈ છે. 

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 કેસ નોંધાયા છે. આ તરફ વડોદરામાં 116 કેસ, સુરતમાં 48 કેસ, ભાવનગરમાં 26 કેસ, રાજકોટમાં 18 કેસ, ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા છે. જ્યારે પાટણમાં 14 અને ભરૂચમાં 11 કેસ નોંધાયા છે.. આ તરફ આણંદમાં 10 કેસ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં 5-5 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને મહેસાણામાં 4-4 કેસ નોંધાયા છે. બીજી તરફ ગીર-સોમનાથ, દાહોદ અને બનાસકાંઠામાં 2-2 કેસ છે. તો જામનગર, મોરબી, સાબરકાંઠા, બોટાદ અને ખેડામાં 1-1 કેસ નોંધાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply